Explore

Search

February 4, 2026 9:44 am

IAS Coaching

હાલોલ-નાસિક રૂટ પર દસ્તાવેજો અને લાઈસન્સ ચેક કરવાના બહાને ટેમ્પામાંથી ઇલેક્ટ્રિક મીટરની ચોરી કરી, 4 આરોપીની ધરપકડ

વલસાડ જિલ્લાના પારડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક GRD જવાન જ કાયદાનો ભંગ કરતા ઝડપાયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી GRD જવાને વર્દીનો દુરુપયોગ કરીને હાલોલથી નાસિક જઈ રહેલા એક ટેમ્પાને રોક્યો હતો.આરોપી જવાને દસ્તાવેજો અને લાઇસન્સ ચેક કરવાના બહાને ટેમ્પા ચાલક સાથે દાદાગીરી કરી હતી. આ દરમિયાન તેણે ટેમ્પામાંથી ઇલેક્ટ્રિક મીટર ભરેલા બે કાર્ટૂનની ચોરી કરી લીધી હતી. ટેમ્પા ચાલકે આ અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને સમગ્ર ઘટનાક્રમની વિગતો આપી હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં GRD જવાન સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. વલસાડના ડીવાયએસપી એ.કે.વર્માના માર્ગદર્શન હેઠળ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીઓની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે.આ ઘટના પોલીસ વિભાગ માટે શરમજનક છે, કારણ કે જે વ્યક્તિની જવાબદારી કાયદો અને વ્યવસ્થા જાળવવાની હતી, તે જ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલી નીકળી છે. પોલીસ વિભાગે આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot