દમણ-કાલરિયા મેઈન રોડ પર એક યુવકનીબેદરકારીભરી હરકત સામે આવી છે. 22 વર્ષીય સચિન રામાનંદ ચોરસિયાએ ચાલતી બાઈક પર જોખમી સ્ટંટ કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. વાહન પરથી બેલેન્સ ગુમાવતા તે રોડ પર પટકાયો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં યુવક ચાલતી બાઈક પર ઊભા થઈને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાના જીવન સાથે અન્ય વાહનચાલકોના જીવને પણ જોખમમાં મૂક્યો હતો. ઘટનાની જાણ થતાં દમણ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
કચીગામ પોલીસ સ્ટેશને આરોપી સામે BNS કલમ 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ FIR નોંધી છે. દમણ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જાહેર માર્ગો પર આવા જોખમી સ્ટંટ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ખાસ કરીને યુવા વાહનચાલકોને જોખમી સ્ટંટથી દૂર રહેવા અપીલ કરી છે





