Explore

Search

February 4, 2026 12:41 pm

IAS Coaching

વાપીમાં પતિએ સોશિયલ મીડિયા પર પત્નીના બિભત્સ ફોટા મૂક્યા, સાયબર ક્રાઇમમાં કેસ નોંધાયો

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છીરી વિસ્તારમાં રહેતા એક કોન્ટ્રાક્ટરની દીકરી સાથે લગ્ન કરનાર પતિએ તેની પત્નીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. દંપતી વચ્ચે નાની-નાની બાબતો પર વારંવાર ઝગડા થતા હતા. પતિ અવારનવાર પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો હતો. સમાજના આગેવાનોએ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં.

20 જૂન 2024ના રોજ કોન્ટ્રાક્ટરના ભાણેજના ઇન્સ્ટાગ્રામ આઇડી પર પરિણીતાના મોર્ફ કરેલા બિભત્સ ફોટાની લિંક મળી. આ મામલે વલસાડ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું અને પતિએ ભવિષ્યમાં આવું ન કરવાની ખાતરી આપી. પરંતુ થોડા સમય બાદ ફરી આવી ઘટના બની. આ વખતે પિતા કોન્ટ્રાક્ટરે તેમના જમાઈ વિરુદ્ધ વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે પતિએ પત્નીને સમાજમાં બદનામ કરવાના ઇરાદે મોર્ફ કરેલા બિભત્સ ફોટા બનાવ્યા અને વાયરલ કર્યા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot