Explore

Search

February 4, 2026 7:22 pm

IAS Coaching

વલસાડ સહિત 3 નગરપાલિકાઓમાં પ્રમુખપદની વરણી

વલસાડ પાલિકામાં માલતીબેન ટંડેલની બિનહરીફ વરણી, ધરમપુરમાં મયંક મોદી અને પારડીમાં ચેતન નાયકાની નિમણૂક

વલસાડ જિલ્લાની ત્રણ નગર પાલિકાઓમાં આજે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. આ માટે ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.

વલસાડ નગર પાલિકામાં પ્રમુખ તરીકે માલતીબેન મુકેશભાઈ ટંડેલની બિનહરીફ વરણી થઈ છે. તેઓ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે અને B.com સુધી અભ્યાસ કર્યો છે. તેમના પતિ સિવિલ એન્જિનિયર છે. તેમના એક દીકરો અમદાવાદમાં અને દીકરી કેનેડામાં અભ્યાસ કરે છે. વલસાડ નગર પાલિકાના ઉપપ્રમુખ તરીકે આશુતોષ મિશ્રાની વરણી કરવામાં આવી છે.

ધરમપુર નગર પાલિકામાં મયંક મોદી પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. પારડી નગર પાલિકામાં ચેતન નાયકાને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

ગત 16મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં વલસાડ નગર પાલિકાની 44 બેઠકોમાંથી ભાજપને 41, અપક્ષને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળી હતી. ધરમપુર નગર પાલિકાની 24 બેઠકોમાંથી ભાજપને 20 અને અપક્ષને 4 બેઠકો મળી હતી. પારડી નગર પાલિકાની 28 બેઠકોમાંથી ભાજપને 22, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી હતી.

આ તમામ પ્રમુખો આગામી અઢી વર્ષ સુધી પોતાની જવાબદારી સંભાળશે. ત્રણેય નગર પાલિકાઓમાં પ્રમુખ પદ માટે માત્ર એક જ ઉમેદવારી નોંધાતા તમામની બિનહરીફ વરણી થઈ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot