Explore

Search

February 4, 2026 5:58 pm

IAS Coaching

રોંગ સાઈડમાં આવતી રિક્ષાની તપાસમાં 5 હજારની પિસ્તોલ મળી, કુલ 60 હજારનો મુદ્દામાલ જપ્ત

વાપી GIDCમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક રિક્ષાચાલક પાસેથી દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી છે. UPL બ્રિજ નજીક પોલીસે રોંગ સાઈડમાં આવતી એક બજાજ ઓટો રિક્ષાને રોકી તપાસ કરી હતી.

રિક્ષાચાલક સંદીપકુમાર મિઠાઇલાલ રાજભર (ઉંમર 30 વર્ષ)ની તપાસ કરતા તેની કમર પાસેથી 5 હજાર રૂપિયાની કિંમતની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. આરોપી વાપીના ગીતાનગર વિસ્તારનો રહેવાસી છે.પોલીસે આરોપી પાસેથી રિક્ષા અને મોબાઈલ ફોન સહિત કુલ 60 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાપી GIDC પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા અને DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ વાપી પોલીસે ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. PI મયુર પટેલના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot