Explore

Search

February 4, 2026 6:07 pm

IAS Coaching

પટેલ સમાજની સુવર્ણ જયંતિએ 700થી વધુ દોડવીરોએ 3, 5 અને 10 કિમીની દોડમાં ભાગ લીધો

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળે તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે મંડળે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કર્યું છે.

આજે સવારે તિથલ BAPS સ્વામિનારાયણ મંદિરથી એક વિશેષ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના ધારાસભ્ય અને મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલના નેતૃત્વમાં યોજાયેલી આ દોડમાં 700થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વલસાડ SP ડો. કરનરાજ વાઘેલા અને પોલીસ જવાનોએ પણ દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર નૈમેષ દવે અને રેસર ગ્રુપના સ્થાપક ડો. કલ્પેશ જોશી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

3, 5 અને 10 કિલોમીટરની શ્રેણીમાં યોજાયેલી આ દોડમાં વલસાડના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. કાર્યક્રમના અંતે અગ્રણીઓના હસ્તે વિજેતા દોડવીરોને ઇનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot