વલસાડમાં બોલાચાલી બાદ ગંભીર ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપી

વલસાડના નનકવાડા ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પતિએ પત્ની પર કાચના ટુકડાથી હુમલો કર્યોહતો. બોલાચાલી બાદ પતિએ પત્નીને ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈગયો હતો. આ ઘટના 24 ઓક્ટોબરની રાત્રે બની હતી.
ગણદેવી તાલુકાના એક ગામનો યુવક ઉમરગામમાં નોકરી કરતો હતો અને ત્યાં રૂમ ભાડે રાખીને રહેતો હતો. તેની પત્નીતેના બાળકો સાથે વલસાડના નનકવાડા સ્થિત પોતાના પિયરમાં રહેતી હતી. પતિ–પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની પતિસાથે વાત કરતી ન હતી. પતિ અઠવાડિયામાં એકવાર રજા મળ્યે પત્ની અને બાળકોને મળવા આવતો હતો.
24 ઓક્ટોબરના રોજ પતિ નોકરી પરથી પરત આવ્યો ત્યારે પત્નીએ તેને જમવા બોલાવ્યો હતો. જમતી વખતે પતિએપત્નીને છેલ્લા છ મહિનાથી વાત ન કરવાનું કારણ પૂછ્યું. પત્નીએ કોઈ જવાબ ન આપતા પતિ ગુસ્સે થઈ ઓટલા પરબેસી ગયો. બાદમાં પત્ની જમીને ઓટલા પર બેસવા ગઈ ત્યારે સાગરે તેના પર હુમલો કર્યો હતો.
મળતી માહિતી મુજબ, રાત્રે દસ વાગ્યાના સુમારે બોલાચાલી ઉગ્ર બનતા પતિએ દરવાજાની બાજુમાં આવેલી બારીમાંથીકાચનો ટુકડો ખેંચી કાઢ્યો. તેણે પત્નીના મોઢાના હોઠ, દાઢી અને ડાબા પગની આંગળી પર પ્રહાર કર્યો. આ હુમલામાંપત્નીને ગંભીર ઇજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. બાળકો અને માતા વચ્ચે પાડીને વધુ મારથી બચાવી હતી.
હુમલો કર્યા બાદ પતિ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ત્યાંથી ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્ત પત્નીનેતાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ તેમના હોઠમાં ચાર અને પગનીઆંગળીમાં બે ટાંકા લીધા હતા. આ મામલે પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વલસાડ સીટી પોલીસે ફરિયાદનાઆધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






