Explore

Search

February 4, 2026 11:32 am

IAS Coaching

પરિવાર સાથે મિલાપ:વાપી RPF ની ટીમે ગુમ થયેલા 20થી વધુ સગીરોને પરિવાર સાથે મિલાપ કરાવ્યો

પશ્ચિમ રેલવેના મુખ્ય સુરક્ષા કમિશનર અને મુંબઈ સેન્ટ્રલના સિનિયર સુરક્ષા કમિશનરના માર્ગદર્શિકાનું પાલન કરીને, RPF વાપી ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને RPF વાપી સ્ટાફે વર્ષ 2025માં આજ દિનસુધીમાં વિવિધ પ્રકારની ઝુંબેશ હાથ ધરી છે અને વિવિધ કેસોનો ઉકેલ લાવ્યો છે.

જેમાં મુસાફરોના સામાનની ચોરીમાં સંડોવાયેલા કુલ 27 આરોપીઓ અને 31 અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. રૂ. 3, 69, 086 ની કિંમતનો ચોરીનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. અને આગળની કાર્યવાહી માટે GRP વાપીને સોંપવામાં આવ્યો હતો. ગેરકાયદેસર દારૂની દાણચોરીમાં સંડોવાયેલા કુલ 519 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને રૂ. 14, 91, 401ની કિંમતનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે GRP વાપીને સોંપવામાં આવ્યો હતો. મુસાફરોના સામાનની ખોવાયેલા સામાનના કુલ 56 કેસ જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં રૂ. 14, 91, 401 ની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ ૨૦૦ તોડફોડ વિરોધી ચેકિંગ ડ્રાઇવ અને મુસાફરો જાગૃતિ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પરિવારમાંથી 20 ખોવાયેલા સગીર બાળકોને વાપી આરપીએફ દ્વારા તેમના પરિવારોને સોંપ્યા હતાં.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot