Explore

Search

February 4, 2026 9:43 am

IAS Coaching

૮૯ વર્ષની ઉંમરે ‘ચુપકે-ચુપકે’ વિદાય લીધા દિગ્ગજ અભિનેતાધર્મેન્દ્ર

બોલીવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર હવે આપણા વચ્ચે નહિં રહ્યા. તેમના નિધનથી આખું ફિલ્મજગત શોકમાં ડૂબી ગયું છે.

બોલીવુડના એક સુવર્ણ યુગનો અંત આવી ગયો છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર આજે ૮૯ વર્ષની ઉંમરે આપણને સૌને છોડીને ચાલ્યા ગયા. તેમના નિધનના સમાચાર મળતાં જ સમગ્ર દેશ સહિત ફિલ્મી જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ધર્મેન્દ્ર માત્ર એક અભિનેતા નહિં, પરંતુ એક ભાવના હતા. તેમની સરળતા, સ્ટાઈલ અને અભિનયથી તેમણે લાખો દિલો પર રાજ કર્યું હતું. છ દાયકાથી વધુ સમય સુધી ચાલેલા તેમના ફિલ્મી સફરમાં સૈંકડો યાદગાર ફિલ્મો અને પાત્રો છે, જે ચાહકોના દિલમાં હંમેશા જીવંત રહેશે.

તેમના સહકલાકારો અને પ્રસિદ્ધ ફિલ્મી ચહેરાઓએ સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેટલાકે તેમને “પિતા સમાન” તો કેટલાકે “બોલીવુડનો સાચો હી-મેન” ગણાવ્યો.

હાલમાં દેઓલ પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ ચાહકો અને શુભેચ્છુકો તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના અભિનય, ફિલ્મો અને સ્મૃતિઓ હંમેશા અમર રહેશે.

Gold Coin News Channel પરિવાર તરફથી મહાન કલાકારને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot
Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot