Explore

Search

February 4, 2026 12:14 pm

IAS Coaching

ધરમપુરના મધુરી ગામમાં મરઘાનો શિકાર કરવા આવેલી દીપડી કૂવામાં ખાબકી, વનવિભાગે બે કલાકની જહેમતબાદ બહાર કાઢી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પાંગરબારી ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા મધુરી ગામમાં કદાવર દીપડી કૂવા નજીક આવેલા આંબાના ઝાડ ઉપર રાખેલા મરઘાઓનું મારણ કરવા પહોંચી હતી.

કદાવર દીપડી મરઘાનું મારણ કરવા જતાં કૂવામાં ખાબકી હતી. ઘટનાની જાણ સ્થાનિક રહીશો અને પશુપાલકોને થતા તાત્કાલિક વન વિભાગની ટીમને ઘટનાની જાણ કરી હતી. વન વિભાગની ટીમને ઘટનાની જાણ થતાંજ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી 2 કલાકની ભારે જહેમત બાદ કદાવર દીપડીનું રેસ્ક્યૂ કરવામાં સફળતા મળી હતી. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી પાંગરબારી રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા મધુરી ગામમાં એક કદાવર દીપડી શિકારની શોધમાં આવી પહોંચી હતી. ગામમાં આવેલા કુવા નજીક રહેતા પશુપાલકે ઉછરેલા મરઘા કુવા નજીકમાં આવેલા આંબા ઉપર બનાવેલા પિંજરામાં મૂક્યા હતા. શિકારની શોધમાં આવેલી દીપડી આંબા ઉપર પાંજરામાં પુરેલા મરઘા પાસે જઈ પહોંચી હતી. મરઘાનો શિકાર કરવા જતા દીપડી આંબાના ઝાડ ઉપરથી કુવામાં ખાબકી હતી. ગામમાં રહેતી મહિલા કૂવામાં પાણી ભરવા ગઈ ત્યારે દીપડીને કૂવામાં પડેલી જોઈ હતી. મહિલાએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓ અને પશુપાલકોને ઘટનાની જાણ કરી હતી.

દીપડી કૂવામાં ખાબકી હોવાની જાણ પાંગરબારી રેન્જ ફોરેસ્ટના કર્મચારીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા વલસાડના DFOને જાણ કરવામાં આવી હતી. વલસાડ DFO નિશા રાતના માર્ગદર્શન હેઠળ RFO હીનાબેનના નેતૃત્વમાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વન વિભાગની ટીમે દીપડીને બચાવવા માટે પાંજરું કુવામાં ઉતારી 2 કલાકની ભારે જહેમત બાદ કૂવામાં પડેલી દીપડીનું સફળતાપૂર્વક કરેસ્ક્યુ રવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે વેટનરી ડોક્ટરને દીપડીનું ચેક અપ કરાવ્યા બાદ વન વિભાગની ટીમ વન્ય વિસ્તારમાં છોડવામાં આવશે. વન વિભાગની ટીમે ચેક કરતા દૂરથી 2 વર્ષની દીપડી હોવાનું જાણવા મળ્યું હતું.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot