Explore

Search

February 4, 2026 12:32 pm

IAS Coaching

વલસાડમાંથી પસાર થનાર સૂચિત રેલવે કોરિડોરની લાઇનને લઈને માર્કેટમાં ઊડતી અફવાઓ લઈને અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ જિલ્લામાંથી પાલઘરથી ભુસાવલ સુધી પસાર થનારી સૂચિત રેલવે કોરીડોર લાઇન પસાર થનાર છે.

સૂચિત રેલવે કોરિડોર હટાવો સમિતિ દુલસાડ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી હતી. સૂચિત રેલવે કોરિડોરની લાઈનનો વિરોધ કરવા મોટી સંખ્યામા લોકો હાજર રહી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જિલ્લામાંથી જતી રેલવે લાઈન અંગે જરૂરી માહિતી સ્થાનિક લોકો અને અસરગ્રસ્તો વિસ્તારના લોકોને આપવા માંગ કરી હતી. ખેડૂતોની જમીન વિહોણા બનવાની આશંકાને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે.

પાલઘરથી ભૂંસાવલ સુધી સૂચિત રેલવે કોરિડોરની રેલવે લાઇન વલસાડ જિલ્લામાંથી સૂચિત રેલવે કોરીડોર પસાર થવાનો છે. જેને લઈને વલસાડ જિલ્લાના ઘણા.ગ્રામ્ય વિસ્તારોમાં અનેક અફવાઓ ઉડી રહી છે. જેને લઈને સ્થાનિક લોકોમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. વલસાડ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની આગેવાનીમાં વલસાડ જિલ્લાના સૂચિત રેલવે કોરિડોરના પ્રભાવિત ગામોના સ્થાનિક લોકો અને ખેડૂતો મોટી સંખ્યામાં વલસાડ ખાતે આવી પહોંચ્યા હતા. જેમાં વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સૂચિત રેલવે કોરિડોરના અસરગ્રસ્ત ગામના લોકોએ રેલી આકારે આવીને વલસાડ જિલ્લા કલેક્ટરને સૂચિત રેલવે કોરિડોરનો મેપ જાહેર કરવા પ્રભાવિત વિસ્તાર જાહેર કરવાની માંગ સાથે સ્થાનિક અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જરૂરી રજુઆત કરી હતી.

લસાડ જિલ્લામાં જમીનનું સર્વે કરવા આવતા અધિકારીઓ દ્વારા પણ ખેડૂતોને કે ગામના અગ્રણીઓને કોઈપણ જરૂરી જાણકારી આપવામાં આવતી ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટર કે વહીવટી તંત્ર દ્વારા સૂચિત રેલવે કોરિડોર અંગે અસરગ્રસ્ત થનાર ગામો અને મેપ જાહેર કરવાની માંગ કરી છે. અધિકારીઓ દ્વારા વલસાડ તાલુકાના અને જિલ્લાના કેટલાક ગામમા ધામા નાખવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા અધિકારીઓને પૂછવામાં આવતી માહિતીનો અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ આપવામાં ન આવતા સ્થાનિક લોકો દ્વારા સર્વેની કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર કે સંબંધિત વિભાગ દ્વારા સૂચિત રેલવે કોરિડોરનો મેપ જાહેર કરવા અને કેટલા ગામો અસરગ્રસ્ત બનશે તે અંગે જરૂરી જાણકારી આપવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી માંગ કરી હતી.

સરકાર કે સંબંધિત વિભાગ દ્વારા અસરગ્રસ્તો કે ગામના અગ્રણીઓને કોઈ પણ માહિતી આપ્યા વગર કામ શરુ થતાજ ગામ લોકો કામગીરીનો વિરોધ નોંધાવશે. રેલવે કોરીડોર વલસાડ જિલ્લાની ફળદ્રુપ જમીનને મોટુ નુકસાન થવાના એંધાણ સ્થાનિક આગેવાનોને સતાવી રહ્યા છે. જેને લઇ જિલ્લા કલેકટરને આજરોજ સ્થાનિક લોકોએ આવેદન પત્ર પાઠવી રેલવે કોરિડોરના પ્રભાવિત વિસ્તારોની યાદી જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી.

 

Dharinaben Nikhil Dhodi(REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot