Explore

Search

February 4, 2026 12:30 pm

IAS Coaching

વલસાડ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરનાર શખ્સની જામીન અરજી નામંજૂર.

વલસાડ શહેરમાં એક શ્રમિક પરિવાર તેમની 14 વર્ષની સગીરા અને પરિવારના સભ્યો સાથે રહે છે. સગીરાને વલસાડના રેલવે યાર્ડ વિસ્તારમાં રહેતા સાગર સંજય પટેલ નામના યુવકે સગીરા સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્રતા કેળવી હતી. સાગરે સગીરા સાથે મિત્રતા દરમ્યાન સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને પ્રેમજાળમાં ફસાવી રેલવે યાર્ડ વિસ્તારમાં આવેલી એક ચાલીના રૂમમાં વારંવાર લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા પરિવારના સભ્યોએ યુવકને સગીરા સાથેના તમામ સંબંધો તોડી નાખવા સૂચના આપી હતી. જે બાદ પણ યુવક સગીરાને વારંવાર મળતો હતો. જે ઘટનાની જાણ સગીરાના પરિવારના સભ્યોને થતા સગીરાના પરિવારના સભ્યોએ તાત્કાલિક વલસાડ સીટી પોલીસ મથકની મદદ લીધી હતી. સગીરાની માતાએ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સાગર પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસે સગીરાનું મેડિકલ કરાવી સગીરાનું નિવેદન નોંધી દુષ્કર્મનો આરોપી સાગર સંજય પટેલનું મેડિકલ કરાવી યુવકની ધરપકડ કરી હતી. તે કેસમાં જેલમાંથી મુક્ત થવા સાગર પટેલે વલસાડની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્યરાખીને વલસાડની સ્પેશ્યલ કોર્ટના જજ ડી જે શાહે આરોપી યુવકના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com 

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot