Explore

Search

February 4, 2026 11:25 am

IAS Coaching

લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ.

વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો, બપોર બાદ ક્યાંક ધોધમાર તો ક્યાંક છુટો છવાયો વરસાદ.

વલસાડ જિલ્લામાં છેલ્લા 2 અઠવાડિયાથી મેઘરાજાએ વિરામ લેતા જનજીવન સામાન્ય બન્યું હતું. મંગળવારે બપોર બાદ ફરી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈને મંગળવારે બપોર બાદ વલસાડ જિલ્લાના છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

વલસાડ જિલ્લામાં વાપી શહેરમાં મેઘરાજાએ ફરી દસ્તક દેતા વાપીના બજાર અને NHAIના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવામાં વારો આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં બપોરે 12 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 6 કલાકમાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 38 mm અને ધરમપુર તાલુકામાં 32 mm વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડ અબે ઉમરગામ તાલુકામાં 5 mm વરસાદ નોંધાયો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

2 thoughts on “લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ.”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot