મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ સરકારે ગૌ માતાને રાજય માતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.
જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં આવેલા હિન્દૂ સંગઠન અને ગૌ રક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વલસાડના આઝાદ ચોક ખાતે હિન્દૂ સંગઠનના આગ્રણીઓએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને વધાવી લીધો છે. મહારાષ્ટ્ર સરકારની જેમ ગુજરાત રાજ્ય અને દેશમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા તરીકે નરેન્દ્ર મોદી સરકાર જાહેર કરે તેવી માંગ કરી છે. સાથે મહારાષ્ટ્રમાં ચાલતા ગૌ વંશના કતલખાના અને તેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
દેશમાં VHP દ્વારા અંદાજે 100 વર્ષ ઉપરાંતથી દેશમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા નો દરજ્જો મળે તેવી માંગ કરી રહ્યું છે. ગુજરાત રાજ્યને અડીને આવેલા મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ સરકાર દ્વારા આજ રોજ ગૌ વંશને રાજ્ય માતા નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલા હિન્દૂ સંગઠનો અને ગૌ રક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્ર સરકારના નિર્ણય ને વધવા વલસાડના આઝાદ ચોક ખાતે વલસાડ જિલ્લાના હિન્દૂ સંગઠનો અને ગૌ રક્ષકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ફટાકડા ફોડી લોકોને મીઠાઈ ખવડાવી મહારાષ્ટ્ર સરકારના નિર્ણય ને વધાવી લીધો હતો. સાથે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલને લઈને દેશમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ગૌ માતા ને રાષ્ટ્રીય માતા નો દરજ્જો જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે મહારાષ્ટ્રમાં ચાલતા ગૌ વંશના કતલખાના બંધ કરવા અને ગૌ માતા ની કતલ ખાને લઈ જવાતી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યાવહાઈ કરવા માંગ કરી છે. મહારાષ્ટ્રની સરકારની જેમ ગુજરાત સરકાર અને દેશના તમામ રાજ્યો ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરી ગૌ માતાને રાષ્ટ્રીય માતાના દરજ્જો અપાવવા હિન્દૂ સંગઠનોએ શરૂ કરેલી માંગમાં સાથે જોડાવવા અપીલ કરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat







