Explore

Search

February 4, 2026 10:52 am

IAS Coaching

વલસાડ શાકભાજી માર્કેટ ખાતે આવેલી ન્યુ બદશાહ પાવભાજી સેન્ટરમાં સફાઈ અંગે ફરિયાદો ઉઠતા વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકીંગ હાથ ધર્યું

વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટ પાસે આવેલી ન્યુ બાદશાહ પાવભાજી સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં ગંદકી ખુબજ હોવા અંગે જાગૃત નાગરિકોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી હતી.

જે ફરિયાદના આધારે આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લારી ખાતે આકસ્મિત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતી. જેમાં લારીની આજુબાજુના વિસ્તારમાં ગંદકી જોવા મળી હતી. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લારી સંચાલકને 7 દિવસ માટે લાયસન્સ રદ્દ કરી લારી બંધ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે લારીની આજુબાજુમાં રહેલું ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવા સૂચના આપી હતી.

વલસાડ સહિત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં લોકભાગીદારીનો મહત્વનો ફાળો રહ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન 2જી ઓક્ટોબરથી હાથ ધરવામાં આવનાર છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા ગંદકી કરતા તમામ એકમો.સામે લાલ આંખ કરી રહ્યું છે. જે દરમ્યાન વલસાડ શહેરના શાકભાજી માર્કેટ નજીક આવેલી ન્યુ બાદશાહ પાઉભાજી સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં ગંદકીનું ભારે સામ્રાજ્ય જાગૃત નાગરિકોના ધ્યાને આવ્યું હતું. જેને લઈને મચ્છરનો ઉપદ્રવ પણ વધતો જોવા મળ્યો હતો.

વલસાડના જાગૃત નાગરિકોએ ન્યુ બાદશાહ પાઉભાજી સેન્ટરની ફરિયાદો ઉઠી હતી. જે દરિયાદોના આધારે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે સાંજે વલસાડ શાકભાજી માર્કેટ વિસ્તારમાં આવેલી ન્યુ બાદશાહ પાઈભાજી સેન્ટર ખાતે આકસ્મિત ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં ન્યુ બાદશાહ પાઉભાજી સેન્ટરની આજુબાજુના વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકોએ આપેલી ફરિયાદ સાચી સાબિત થતા ન્યુ બાદશાહ પાઉભાજી સેન્ટરનું 7 દિવસ માટે લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. સાથે 7 દિવસ દરમ્યાન પાઉભાજી સેન્ટરની આજુબાજુના વિસ્તારમાં જરૂરી સફાઈ કરવા સૂચના આપવામાં આવી છે. પાઉભાજી સેન્ટરના સંચાલકને સફાઈના પાઠ ભણાવ્યા હતા.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot