Explore

Search

February 4, 2026 10:52 am

IAS Coaching

વલસાડ શહેર અને મોગરાવાડી વિસ્તારને જોડતા રેલવે અંડરપાસ ઉપર ફુટ ઓવરબ્રિજ બનાવવાની માંગ, સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી.

વલસાડ શહેર અને મોગરાવાડી, અબ્રામા, પારડી સાંઠપોર વિસ્તારમાં અંદાજે 60 હજારથી વધુ લોકો રહે છે. 

આ વસ્તીને અવર જવર માટે મુખ્ય રસ્તો મોગરાવાડી ગરનાળુ નં-329 આવ્યું છે. છીપવાડ રેલવે અંડર પાસ બીજા વિકલ્પ તરીકે સ્થાનિક લોકો ઉપયોગ કરતા આવ્યા છે. પરંતુ દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદમાં મોગરાવાડી રેલવે અંડર પાસ અને છીપવાડ રેલવે અંડર પાસમાં વરસાદી પાણીથી ભરાઇ જતા સ્થાનિકો લોકોને અવર જવર માટે તકલીફ પડે છે. જેને લઈને સ્થાનિક અગ્રણીઓએ મોગરાવાડીથી કલેક્ટર કચેરી સુધી શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મોગરાવાડી હિન્દી સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેને લઈને રેલીમાં ચાલુ.સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને લાવતા ચર્ચાનો વિષય બન્યો હતો.

વલસાડના મોગરાવાડી રેલ્વે અંડર પાસમાં વરસાદી પાણી રેલ્વે સ્ટેશનથી સ્ટેડિયમ રોડ, કેરી માર્કેટવાળા વિસ્તારનું પાણી તથા પૂર્વ તરફ લોકોસેડથી ઇસ્ટ રેલ્વે યાર્ડ, પૂર્વ રેલ્વેના ભાગનું તમામ વરસાદી પાણી મોગરાવાડી રેલવે અંડર પાસમાં પાણી આવે છે. મોગરાવાડી અંડર પાસ રેલ્વે સ્ટેશનથી 11 ફુટ, સ્ટેડિયમ રોડથી 9 ફુટ અને કેરીમાર્કેટ થી 7.5 ફુટ નીચુ છે. જેને લઇ આ તમામ વરસાદી પાણી મોગરાવાડી રેલવે અંડર પાસમાં ભેગુ થાય છે. મોગરાવાડી રેલવે અંડર પાસ ઉપરથી 22 જેટલી રેલ્વે ટ્રેકો પાથરેલી છે. જ્યારે મોગરાવાડી રેલવે અંડર પાસની લંબાઈ 350 ફુટ છે.

રેલ્વે વિભાગ દ્વારા રેલવે લાઇનના પશ્ચિમ તરફ ગરનાળાને લાગુ 60 ફુટ જેટલી નવી ગોદીમા માલસામાનની અવર જવર માટે 2 રેલ્વે ટ્રેક બનાવનાર છે. જેની કામગીરી ટુંકમાં શરૂ થનાર છે. આમ રેલ્વે ગરનાળાની લંબાઈ 410 ફુટ થનાર છે. રેલવે અંડર પાસના પશ્ચિમ બાજુ રેલ્વે ગટર નજીકથી રેલ્વે દ્વારા રેમ્પ બનાવી ગોદીમાં ટ્રકોની અવર જવર માટે રેમ્પ બનાવનાર છે. આ સંજોગોમાં અવર જવર માટે પણ ભારે મુરશ્કેલીનો સામનો આ વિસ્તારનાં રહીશોને કરવાનો વારો આવશે. સાથે ભવિષ્યમાં મોગરાવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.

વલસાડ શહેરની અંદર આવેલ મોટા ભાગની તમામ શાળાઓ તથા અતુલ અને પારડીમાં આવેલ શાળાઓ તથા કોલેજ અને ITIમાં અંદાજે 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ રોજ અવર જવર કરે છે. વલસાડ થી 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ મોગરાવાડીની શાળાઓમા અભ્યાસ માટે આવે છે. અને વરસાદને લઇ રેલવે અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન વ્યવહાર બંધ થઇ જાય છે. ત્યારે મોગરાવાડીના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અને ધંધા વ્યવસાય જતા લોકોને 4થી 5 કિલોમીટરનો ચકરાવો કરવાનો વારો આવે છે.

વલસાડ શહેરના મોગરવાડી વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોની તકલીફને ધ્યાનમાં લઈ સંબંધિત વિભાગ પાસેથી જરૂરી સર્વે કરાવી તથા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે યોગ્ય તે જરૂરી કાર્યવાહી કરી પ્રજાના હીતમાં, ફુટ ઓવર બીજ, જેના થકી થ્રી વ્હીલર અને પગપાળા અવર જવર કરી શકાય તેવો ફુટ ઓવર બ્રીજ બનાવી આ વિસ્તારની પ્રજાને દર વરસાદી સીઝનમાં પડતી ભયંકર તકલીફમાંથી મકિત અપાવવા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ફૂટ ઓવરબ્રિજ બનાવી આપવા માંગ કરી હતી.

સ્થાનિક અગ્રણીઓએ રેલીમાં મોગરાવાડીમાં આવેલી હિન્દી શાળાઓના વિદ્યાર્થીઓને રેલીમાં લાવવામાં આવતા લોકોમાં ચર્ચાનો વિષય જાગ્યો હતો. વલસાડ નગર પાલિકાના પૂર્વ કાઉન્સિલર ગીરીશભાઈ દેસાઈની આગેવાનીમાં રેલી નિકળી હતી. રેલીની પરમિશન વખતે અગ્રવાનોએ શાળાના વિદ્યાર્થીઓ રેલીમાં ઉપયોગ કરવા અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

ravatiyadharina@gmail.com

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot