વલસાડ શહેર અને જિલ્લાના નવરાત્રી આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે વલસાડ નગર પાલિકાના વહીવટદાર અને વલસાડ DSPના નેતૃત્વમાં વલસાડ શહેરના મોંઘભાઈ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને DSP કરણરાજ વાઘેલા નવરાત્રી ના આયોજકોને જરૂરો સૂચનો કર્યા હતા. નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવશે. તમામ મોટા ગરબા આયોજકોને ગ્રાઉન્ડ ઉપર CCTV કેમેરા, ફાયર સેફટી સહિતની સુરક્ષાના સાધનો અને રાજ્ય સરકાર દ્વારા નવી SOP મુજબ કામગીરી કરવા હાથ ધરી હતી.
આગામી દિવસોમાં આવનાર નવરાત્રી આયોજનને લઈને વલસાડ શહેરના નવરાત્રીના આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે વલસાડ નગર પાલિકાના વહીવટદાર આસ્થા સોલાકી અને વલસાડ DSP કરનરાજ વાઘેલાના અધ્યક્ષ સ્થાને મોંઘભાઈ હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. શાંતિ સમિતિની બેઠકમાં વલસાડ નગર પાલિકાના વહીવટદાર આસ્થા સોલંકીએ ગરબા આયોજકોને ગરબાના ગ્રાઉન્ડમાં જરૂરી સફાઈ કરવા જણાવ્યું હતું. ગરબા ગ્રાઉન્ડમાં જરૂરી સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
ગરબાના આયોજન દરમ્યાન પાર્કિંગ વ્યવસ્થા સહિત જરૂરી વ્યવસ્થા કરવા અંગે જણાવ્યું હતું. વલસાડ DSP કરનરાજ વાઘેલા નવરાત્રીના આયોજન દરમ્યાન કોઈ દુર્ઘટના ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા અંગે જરૂરી પરમિશન મેળવવા અને જરૂરી સૂચનો કર્યા હતા. ગરબા આયોજકોને રાજ્ય સરકારની SOP અંગે માહિતગાર કર્યા હતા. સાથે ગરબાના આયોજકોને કાયદો અને વ્યવસ્થા હાથમાં ન લેવા અંગે સૂચનાઓ આપી હતી. નવરાત્રીના આયોજન દરમ્યાન સાઉન્ડનો મર્યાદામાં ઉપયોગ કરવા સહિત આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરના મોટા ગરબા આયોજકોને ફાયર NOC મેળવવા, વાયરિંગની જરૂરી સેફટી રાખવા અંગે જણાવવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડમાં ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
ravatiyadharina@gmail.com
Vapi District Valsad Gujarat







