Explore

Search

February 4, 2026 5:59 pm

IAS Coaching

ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો અને મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને તેના સાત મળતીયાઓ સાથે ઝડપી પાડી NDPS એકટ, ૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી. વલસાડ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વિર સિંહ સાહેબ સુરત વિભાગ, સુરત નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, મે.ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ નાઓએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અનુસંધાને પો.ઇન્સ.શ્રી એ.યુ.રોઝ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો એસ.ઓ.જી. કચેરીએ હાજર હતા. તે દરમ્યાન અ.હે.કો. દિપકસિંહ બાપુસિંહ તથા અ.હે.કો. હસમુખભાઇ ગીગાભાઈ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, 

ડુંગરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતી મંગલાબેન w/o નિરજભાઈ શ્રીવાસ્તવ ઉ.વ.૩૫, રહે.હાલ. ચણોદ, શાંતીનગર, મુન સ્ટાર બિલ્ડીંગની સામે, જનતા કોલોની ગ્રાઉન્ડ ફલોર ઉપર પોતાની રૂમમાં, તા.વાપી, જિ.વલસાડ મુળ રહે. જી.આઝમગઢ, ઉત્તરપ્રદેશ નાની પોતાની રૂમમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખી તેના મળતીયાઓ મારફતે આ ગાંજાના જથ્થામાંથી નાની પડીકીઓ બનાવી પોતે તથા મળતીયાઓ મારફતે છુટકમાં વેચાણ કરે છે. જે બાતમી હકિકત આધારે સુંદર જગ્યાએ રેઇડ કરતા મહિલા આરોપીના રૂમમાંથી ગાંજાનો જથ્થો ૧૦.૦૮૦ કિલો ગ્રામ તથા ગાંજાના વેચાણના રોકડ નાણા રૂા.૨૯,૦૫૦/- તથા તેના સાત મળતીયાઓ મળી આવેલ, જેથી તેઓના વિરુધ્ધમાં NDPS ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૦(બી)(II)(B), ૨૯ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન) એકટ ૨૦૧૫ ની કલમ ૭૮ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ડુંગરા પો.સ્ટે. હદ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો અને મુદ્દામાલ સાથે એક મહિલા આરોપીને તેના સાત મળતીયાઓ સાથે ઝડપી પાડી NDPS એકટ, ૧૯૮૫ મુજબનો ગુન્હો શોધી કાઢતી એસ.ઓ.જી. વલસાડ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot