Explore

Search

February 4, 2026 6:07 pm

IAS Coaching

કુલ ૨૩ અજરદારોને કુલ ૩,૦૦,૦૦૦/- થી વધુનો મુદ્દામાલ પરત સોંપી *તેરા તુજકો અર્પણ”સુત્રને સાર્થક કરતી નાનાપોંઢા પોલીસ

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી માનનીય વિકાસ સહાય સાહેબ દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મ્ય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી તેરા તુજકો અર્પણ” અભિગમ કાર્યવાહી કરવા સૂચના આપેલ.જે ઉમદા હેતુને સાર્થક કરવા સારૂ સુરત રેન્જના માનનીય આઈ.જી.પી.શ્રી પ્રેમવીરસિંહ સાહેબ (IPS) તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. કરણરાજ વાઘેલા સાહેબ (IPS) દ્વારા “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્રને ધ્યાને રાખી ઉપરોક્ત કામગીરી કરવા માર્ગદર્શન આપી ગુમ થયેલ/ખોવાઈ ગયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત કરવા સુચના આપેલ. 

જે આધારે વાપી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એન.દવે સાહેબનાઓએ તથા વલસાડ એલ.સી.બી.ના પોલીસ ઈંન્સપેકટરશ્રી ઉત્સવ બારોટ સાહેબનાઓએ કાર્યક્રમ સફળ બનાવવા માટે વધુમાં વધુ મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલીકોને પરત કરવા સુચના કરેલ હોય જે આધારે નાનાપોઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.આર.બેરા સાહેબનાઓની રાહબરી હેઠળ નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઇલ ગુમ અરજીઓ CEIR પોર્ટલ ઉપર સર્ચ કરી તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કુલે-૨૩ મોબાઇલ ફોન શોધી કાઢવામાં નાનાપોંઢા પોલીસને સફળતા મળેલ છે. 

અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.આર.બેરા નાઓ ધ્વારા આજરોજ “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનુ આયોજન નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.એન.દવે સાહેબના અધ્યક્ષ સ્થાને નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ.જેમા નાનાપોંઢા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલ મોબાઈલ ફોન પૈકીના શોધી કાઢેલ કુલે-૨૩ મોબાઈલ ફોન જેની કિ.રૂ. ૩,૦૦,૦૦૦/-થી વધુની કિંમતના મોબાઈલ ફોન મુળ માલીકોને પરત સોપી નાનાપોંઢા પોલીસે “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરેલ છે.

આ સફળ કામગીરીમાં નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરથી બી.આર.બેરા તથા અ.હે.કો.અશોકભાઈ બુધિયાભાઈ બરડે નાઓએ ટીમવર્કથી કરેલ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “કુલ ૨૩ અજરદારોને કુલ ૩,૦૦,૦૦૦/- થી વધુનો મુદ્દામાલ પરત સોંપી *તેરા તુજકો અર્પણ”સુત્રને સાર્થક કરતી નાનાપોંઢા પોલીસ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot