Explore

Search

February 4, 2026 6:00 pm

IAS Coaching

22 વર્ષીય યુવકે 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી, આરોપીને રાઉન્ડઅપ કરાયો

વાપીના ડુંગરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક શ્રમિક પરિવારની 15 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા 22 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું છે. સગીરા તેની માતા સાથે રહે છે. માતા કંપનીમાં 12 કલાક નોકરી કરે છે અને સાંજે 8 વાગે ઘરે આવે છે. આ દરમિયાન સગીરા ઘરે એકલી રહેતી હતી. પાડોશમાં રહેતા યુવકે સગીરા સાથે મિત્રતા કેળવી હતી. યુવકે સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.

યુવકે સગીરાની એકલતાનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સગીરાની તબિયત લથડતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તબીબી તપાસમાં સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલે આ અંગે ડુંગરા પોલીસને જાણ કરી હતી. ઇન્ચાર્જ આઇપીએસ અંકિતા મિશ્રાએ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે રવિવારે આરોપી યુવકને રાઉન્ડ અપ કરી યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “22 વર્ષીય યુવકે 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી, આરોપીને રાઉન્ડઅપ કરાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot