Explore

Search

February 4, 2026 4:44 pm

IAS Coaching

13 લાખ પડાવ્યા છતાં વધુ પૈસાની માગણી, ઉચ્ચ અધિકારીઓની ધમકીથી કંટાળી પોસ્ટલ આસિસ્ટન્ટએ જીવન ટૂંકાવ્યું, દુષપ્રેરણાની ફરિયાદ

વલસાડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ ખીમજી વાઘેલાએ આપઘાત કર્યો હતો. આ મામલે મૃતક યુવકના પિતાએ પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત ખીમજી વાઘેલાના આઈડીનો દુરુપયોગ થયો હતો. પોસ્ટમાસ્ટરના એકાઉન્ટમાં નાણાંની હેરાફેરી મળી આવી હતી. આ મામલે તેમની સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.

ફરિયાદ મુજબ, પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારી તલગાવકર અને અન્ય લોકોએ ખીમજીને હેરાન કર્યા હતા. તેમની પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યાં હતા. એટલું જ નહીં, વધુ 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. સતત માનસિક દબાણને કારણે ખીમજીએ 7 માર્ચ 2025ના રોજ પારનેરા ડુંગર પર આપઘાત કર્યો હતો. સમગ્ર ઘટના સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરી ખીમજી વાઘેલાએ આપઘાત કર્યો હતો.

9 માર્ચ 2025ના રોજ આ ઘટના પ્રકાશમાં આવી હતી. લાશ પાસેથી મળેલી સુસાઇડ નોટના આધારે વલસાડ રૂરલ પોલીસ મથકના PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં વલસાડ રૂરલ પોલીસની ટીમે પ્રાથમિક તપાસનો દોર ચલાવ્યો હતો. મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ સામે IPC કલમ 108, 351(3) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “13 લાખ પડાવ્યા છતાં વધુ પૈસાની માગણી, ઉચ્ચ અધિકારીઓની ધમકીથી કંટાળી પોસ્ટલ આસિસ્ટન્ટએ જીવન ટૂંકાવ્યું, દુષપ્રેરણાની ફરિયાદ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot