Explore

Search

February 4, 2026 6:05 pm

IAS Coaching

વૃદ્ધા પાસેથી ₹1.60 લાખની સોનાની ચેઇન લઈને બે શખસ ફરાર.

વાપી શહેરના ગુંજન વિસ્તારમાં નકલી પોલીસની ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. બે અજાણ્યા શખ્સોએ પોલીસ હોવાનો ઢોંગ કરી 65 વર્ષીય વૃદ્ધા પાસેથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી છે.

ઘટના 17 માર્ચના રોજ સવારે 10:30થી 11:00 વાગ્યા દરમિયાનની છે. ભાનુ હિલ્સ, ગુંજન વિસ્તારના રહેવાસી સાકરીબેન નાનજી કુલીયા અંબામાતા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. મંદિરની ગેટ પાસે બે શખ્સોએ તેમને રોક્યા. તેમણે પોલીસ હોવાનું કહી ચેકિંગના બહાને ગળામાંથી ચેઇન ઉતારવાનું કહ્યું.

સાકરીબેને વિશ્વાસમાં આવી પોણા ત્રણ તોલાની સોનાની ચેઇન ઉતારી આપી. આ ચેઇનની કિંમત ₹1,60,055 છે. શખ્સોએ ચેઇન થેલીમાં મૂકવાનું નાટક કર્યું અને વધુ દાગીના ઉતારવાનું કહ્યું. સાકરીબેનને શંકા જતાં થેલી તપાસી તો ચેઇન ગાયબ હતી. બંને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે વૃદ્ધાએ ઘરે જઈ ચેક કરતા થેલીમાંથી સોનાની ચેન મળી ન હતી. વૃદ્ધાએ દીકરીને ઘટનાની જાણ કરી હતી. દીકરો આજે વાપી આવતા વાપી GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ એક આરોપી 25-30 વર્ષનો અને બીજો 45-50 વર્ષની વયનો છે. વાપી GIDC પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વૃદ્ધા પાસેથી ₹1.60 લાખની સોનાની ચેઇન લઈને બે શખસ ફરાર.”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot