Explore

Search

February 4, 2026 4:30 pm

IAS Coaching

ડુંગરીમાં 1.27 કરોડની સિગારેટ લૂંટ કેસમાં ફરાર આરોપી દેવાસથી પકડાયો

વલસાડ એલસીબી પોલીસે 4 વર્ષથી ફરાર આરોપી હેમરાજ કિરણસિંહ ઝાલાને મધ્યપ્રદેશના દેવાસથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વર્ષ 2021માં ડુંગરી વિસ્તારમાં થયેલી 1.27 કરોડની સિગારેટ લૂંટમાં સામેલ હતો. ઘટના મુજબ, મુંબઈની ઈસ્ટ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ કંપની મારફતે એક સિગારેટ કંપનીએ ટેમ્પો નંબર MH-03-CV-3055માં 351 બોક્સ સિગારેટનો જથ્થો અમદાવાદ મોકલ્યો હતો. 7 સપ્ટેમ્બર 2021ની રાત્રે સોનવાડા હાઈવે પર ટેમ્પોમાંથી 273 બોક્સ સિગારેટની ચોરી થઈ હતી.

ટ્રકમાં લગાવેલી જીપીએસ સિસ્ટમથી વાહનના સ્ટોપેજ અને રૂટની માહિતી મળી હતી. સિગારેટ કંપનીના કર્મચારીએ ટેમ્પો ચાલક અને ક્લીનર વિરુદ્ધ FIR નોંધાવી હતી. પોલીસ તપાસમાં આરોપીઓએ ડ્રાઈવર અને ક્લીનરના મેળાપીપણાથી આ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. વલસાડ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આરોપી દિલ્હી-આગ્રા હાઈવે પર આવવાનો છે. પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ સિગારેટ ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીને ડુંગરી પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ડુંગરીમાં 1.27 કરોડની સિગારેટ લૂંટ કેસમાં ફરાર આરોપી દેવાસથી પકડાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot