Explore

Search

February 4, 2026 6:05 pm

IAS Coaching

ટાટા પીકઅપ ટેમ્પોમાં બોડીના ભાગે બનાવેલ ચોરખાનામાં સંતાડી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર થી ને.હા.નં.૪૮ થઇ સુરત તરફ લઇ જવાતો વિદેશી દારૂનો વિપુલ જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ કરતા પ્રોહી. બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહી.ની ગે.કા. પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સારૂ મે.સુરત વિભાગ, સુરત પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ (IPS) નાઓની સુચના મુજબ વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.કરનરાજ વાઘેલા સાહેબ (IPS) નાઓના માર્ગદર્શન હેઠળ અસરકારક કામગીરી કરવા સારૂં I/C પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.યુ.રોઝ, એલ.સી.બી. વલસાડ નાઓની સુચના મુજબ એલ.સી.બી વલસાડના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા 

દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો. હરદેવસિંહ રણજીતસિંહ રાણા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકતના આધારે મોજે કિલ્લા પારડી ને.હા.ન.૪૮ મુંબઇથી અમદાવાદ તરફના ઉતરતા બ્રીજના ઉત્તરે છેડે સર્વીસ રોડ ઉપર તા.જી.વલસાડ ખાતે એક સીલ્વર કલરનો ટાટા ઇન્ટ્રા પીકઅપ ન.MH-48-CQ-2329 કિ.રૂ! 3,00,000/-નીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ વ્હીસ્કી તથા બીઅરના કુલ બોક્ષ-૫૫, બોટલ/ટીન નંગ-૨૧૬૦ કુલ કિં.રૂ.૨,૫૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂા ૫,૬૮,૦૦૦/- નો પ્રોહી. મુદામાલ સાથે ટેમ્પો ચાલક આરોપીને પકડી પાડી, મુદામાલ કબજે કરી આ કામે પકડાયેલ આરોપી તથા પ્રોહી. જથ્થો ભરાવનાર તથા મંગાવનાર વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર થવા સારૂ અ.પો.કો. હરદેવસિંહ રણજીતસિંહ નાઓએ પારડી પો.સ્ટે.માં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે.

પકડાયેલ આરોપીઃ-(૧) ટેમ્પો ચાલકઃ મોહમદ રાજા મોહમદ મુસ્તુફા રાયની ઉ.વ-૨૩ રહે વાપી ડુંગરી ફળીયા આઝાદનગર બીરેન્દર ઝાની ચાલમા રૂમ નં-૨૦૪ તાઃ વાપી જી.વલસાડ મુળ રહે ગામ-બજુવાખુર પોસ્ટ.ત્રિલોકપુર થાના-પચપેડવા તાઃતુલસીપુર જી.બલરામપુર (ઉત્તર પ્રદેશ)

વોન્ટેડ આરોપીઃ-(૧) પ્રોહી. જથ્થો ભરાવનાર: અમીતભાઇ રહે.સેલવાસ, આમલી ફળીયા, ફુવારા સર્કલ નજીક તાબે.(૨) પ્રોહી જથ્થો મંગાવનાર: દાદુભાઇ જેના પુરાનામની ખબર નથી રહે.કડોદરા જી.સુરત

સદર કામગીરી એલ.સી.બી વલસાડના ઇ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.યુ.રોઝ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., વલસાડના અ.હે.કો. જીતેન્દ્ર વજીરભાઇ માહલા તથા અ.પો.કો. હરદેવસિંહ રણજીતસિંહ રાણા તથા અ.પો.કો. યોગેશ કાંતિલાલ રાઠોડ નાઓએ ટીમ વર્કથી કરેલ છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ટાટા પીકઅપ ટેમ્પોમાં બોડીના ભાગે બનાવેલ ચોરખાનામાં સંતાડી ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર થી ને.હા.નં.૪૮ થઇ સુરત તરફ લઇ જવાતો વિદેશી દારૂનો વિપુલ જથ્થા સાથે ટેમ્પો ચાલકને પકડી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot