Explore

Search

February 4, 2026 6:05 pm

IAS Coaching

ઉમરગામના કેસમાં નાસતો ફરતો આરોપી યુપીથી પકડાયો, 2004માં ભિલાડ હાઇવે ઉપર બંધક બનાવી હથિયાર સાથે લૂંટ કરી હતી

વલસાડ એસઓજી પોલીસે 21 વર્ષ જૂના ધાડ-લૂંટના કેસમાં નાસતા ફરતા આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપી બ્રિજેશ શંકર યાદવને તેના વતન ગાજીપુરથી પકડવામાં આવ્યો છે.

વર્ષ 2004માં ભિલાડમાં હેમંતભાઈના ગેરેજ પાસે આરોપીઓએ રિવોલ્વર, ગુપ્તી અને ચાકુ જેવા હથિયારો સાથે લૂંટ કરી હતી. આરોપીઓએ ફરિયાદીને બાંધીને રૂ. 23,500ની રોકડની લૂંટ કરી હતી. તેમણે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ગુના બાદ આરોપીઓ મારુતી ફ્રન્ટી કારમાં ફરાર થઈ ગયા હતા.

વલસાડના એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ.યુ. રોઝના નેતૃત્વમાં ટીમે કામગીરી શરૂ કરી હતી. એસઓજીના એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રદાન જીલુભાને આરોપી બ્રિજેશ યાદવ યુપીના ગાજીપુરમાં હોવાની માહિતી મળી હતી.

એસઓજીની ટીમે યુપી જઈને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીને વલસાડ લાવવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસપી વાઘેલાએ જણાવ્યું કે, શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ ચાલી રહી છે. જેથી ફરિયાદીઓને ન્યાય મળે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ જળવાઈ રહે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ઉમરગામના કેસમાં નાસતો ફરતો આરોપી યુપીથી પકડાયો, 2004માં ભિલાડ હાઇવે ઉપર બંધક બનાવી હથિયાર સાથે લૂંટ કરી હતી”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot