Explore

Search

February 4, 2026 4:22 pm

IAS Coaching

SDPI પાર્ટીના મોહમ્મદ નૌસારકાનું ગ્રામવાસી દ્વારા રસ્તો બનાવવાં બાબતે ફૂલો થી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

SDPI પાર્ટીના મોહમ્મદ નૌસારકાનું ગ્રામવાસી દ્વારા રસ્તો બનાવવાં બાબતે ફૂલો થી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

આજ રોજ નવસારી જિલ્લાના મોલધરા ગામ ખાતે SDPI પાર્ટીના યુવા નેતા મહંમદ નૌસારકાનું ગ્રામવાસીઓ દ્વારા ફૂલોથી સન્માન કરવામાં આવ્યું,ગ્રામ વાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2022-23 ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના મા મોલધરા થી ધારાગીરી જતો રસ્તો મંજૂર થયો હતો.જે રસ્તો 2023 ના અંત સુધી પણ નહીં બનતા ગ્રામવાસીઓ હતાસ થઈ ગયા હતા. અને રસ્તામા ભ્રષ્ટાચાર થયું હોવાનું ચર્ચા ચાલી હતી.રસ્તો બનવા વગર બની ગયેલ હોવાનો બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો હતો.

જેની જાણ SDPI પાર્ટીના મહંમદ નૌસારકા ને થતાં, મહંમદ નૌસારકાએ ગ્રામજનો સાથે મળી નવસારી પંચાયત માર્ગ અને મકાન વિભાગ મા રજૂઆત કરી હતી રજૂઆત કર્યા ને 8 થી 10 મહિના વીતી જવા પછી પણ કામ સરું ના થતાં મહંમદ નૌસારકા દ્વારા SDPI ના લેટર પેડ ઉપર નવસારી જિલ્લા વિકાસ અધિકારી ને રજૂઆત કરી હતી. છતા રસ્તા નું કામ સરુ નહીં થતા અંતે મહંમદ નૌસારકાએ ગાંધીનગર રજૂઆત કરી હતી અને ત્યાર બાદ 2 મહિનામાં રસ્તા નું કામ સરુ કરી રસ્તો બની જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દોઢ વર્ષ સુધી SDPI ના મહંમદ ભાઈની લગાતાર રજૂઆત કરવા થી રસ્તો બનેલ હોય જેવું ગ્રામવાસીઓ નું માનવું હતું. જે બાબતે ગ્રામવાસીઓ દ્વારા મહંમદ ભાઈ અને તેમના સાથે રહી રજૂઆત કરનારાઓ નજીરભાઈ. ગોપાલભાઈ. આફતાબભાઈ. ઇસ્માઈલ ભાઈ નું સન્માન કરી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “SDPI પાર્ટીના મોહમ્મદ નૌસારકાનું ગ્રામવાસી દ્વારા રસ્તો બનાવવાં બાબતે ફૂલો થી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot