Explore

Search

February 4, 2026 3:03 pm

IAS Coaching

કન્ડકટરે સારવાર અપાવીને માનવતા મહેકાવી, બારોલીયાથી દાંતીવાડા કોલેજ જતી વિદ્યાર્થીનીની ST બસમાં તબિયત બગડી

બારોલીયાનાં ગણેશભાઇ બિરારીની દાંતીવાડામાં કમ્યુનિટી સાયન્સમાં અભ્યાસ કરતી દીકરી ભૂમિ બિરારી ઘરે આવી વેકેશન પૂર્ણ થતાં ધરમપુર ડેપો પરથી ધરમપુર-ઉંઝા બસમાં પરત દાંતીવાડા જવા નીકળી હતી. આ દરમ્યાન કામરેજમાં તેણીને અચાનક પેટમાં દુખાવો થતા પિતાને ટેલિફોનિક જાણ કરી હતી.

ત્યારબાદ ચાલુ બસમાં તેણી પડી જતા માથામાં સામાન્ય ઇજા થઇ હતી. વ્યવસ્થાનાં ભાગરૂપે પિતાએ ધરમપુર ડેપો મેનેજરને માહિતગાર કરી કંડકટર સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી. ડેપો મેનેજર ભૂમિકાબેન પટેલે કંડકટરને 108 એમ્બ્યુલન્સ બોલાવી જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ તેણીને 108 એમ્બ્યુલન્સ બોલાવી પ્રાથમિક સારવાર અપાવી કઠોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આશરે એક કલાકની સારવારને અંતે સ્વસ્થ થતા તેણીને બસમાં ફરી બેસાડી બસ આગળ જવા નીકળી હતી.

ધરમપુરનાં જામલીયાનાં અને કામરેજ પોલીસ મથક ફરજ બજાવતા પીએસઆઇ આનંદભાઇ ચૌધરીને પણ ઓળખાતા હોવાથી પિતાએ જાણ કરતા પોલીસ સ્ટાફ પણ પીએસીસીમાં પહોંચી સહાયરૂપ થયા હતાં. દીકરી સ્વસ્થ થતા રાહત અનુભવનારા ગણેશભાઇ બિરારીએ પોલીસ, બસ ચાલક,કંડકટર અને ધીરજ રાખનારા મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “કન્ડકટરે સારવાર અપાવીને માનવતા મહેકાવી, બારોલીયાથી દાંતીવાડા કોલેજ જતી વિદ્યાર્થીનીની ST બસમાં તબિયત બગડી”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot