વલસાડમાં કેટલાક યુવકોએ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે નેશનલ હાઈવે 48 પર મોંઘી કારોનો કાફલો કાઢ્યો હતો. આ દરમિયાન હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસથી બચવા માટે તમામ કારોની નંબર પ્લેટ પણ કાઢી નાખી હતી.

સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયો વલસાડનો છે. જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક યુવકોએ મોંઘી કારોનો કાફલો લઈને હાઈવે પર દોડ લગાવી હતી. મર્સિડીઝ, થાર સહિતની નંબર પ્લેટ વગરની કારો સાથે નબીરાઓએ કાફલો કાઢ્યો હતો. આ કારણે રાજ્યના સૌથી વ્યસ્ત રસ્તાઓમાંના એક એવા નેશનલ હાઈવે 48 પર મોટી અવ્યવસ્થા સર્જાઈ હતી.
વલસાડ રૂરલ અને પારડી પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. પોલીસ તંત્રે આ મામલે ગુનાહિત તપાસ શરૂ કરી છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા અને જાહેર જીવનમાં વિઘ્ન નાખનારા યુવકો સામે કડક કાર્યવાહી થવાની સંભાવના છે.






1 thought on “રોલો પાડવા નેશનલ હાઈવે બાનમાં લીધો, વીડિયો વાઈરલ મર્સિડીઝ, થાર સહિતની નંબર પ્લેટ વગરની કારો સાથે નબીરાઓએ કાફલો કાઢ્યો, રોડ પર ટ્રાફિક જામ”
Vnz66bet, I checked out Vnz66bet the other day because I was bored. Not bad! Things are pretty nice here. Here’s the link if you wanna give it your opinion too: vnz66bet