Explore

Search

February 4, 2026 3:10 pm

IAS Coaching

ધરમપુરમાં મુસ્લિમ યુવા સંગઠનની પહેલ:54 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

વલસાડ જિલ્લાના ધરમપુરના મુસ્લિમ યુવા સંગઠને પ્રથમ વખત એક અનોખી પહેલ કરી છે. સંગઠને બોર્ડની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓ માટે સન્માન અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

મસ્જીદ ફળીયા મદરેસા હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 54 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યા.

વક્તા ફયસલ બકીલીએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું. શ્રીમદ્દ રાજચંદ્ર ગુરુકુલના આચાર્ય સમીર અજમેરીએ PPT દ્વારા વિવિધ કોર્સ અને કોલેજોની માહિતી આપી. તેમણે AI, નવી શિક્ષણનીતિ અને સરકારી સ્કોલરશીપ યોજનાઓ વિશે પણ માહિતી આપી. કાર્યક્રમમાં એડવોકેટ માહમુદ બાહનાન, અલીભાઇ દાઉદી, કાદરભાઇ બકીલી સહિતના અગ્રણીઓએ હાજરી આપી. યુવા એડવોકેટ ફહીમ બાહનાન, મૌલવી તલ્હા ધરમપુરી, આદિલ દાઉદી સહિતના યુવાઓએ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું.

મુસ્લિમ યુવા સંગઠને આ પ્રકારનો કાર્યક્રમ દર વર્ષે યોજવાની જાહેરાત કરી છે. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ધરમપુરમાં મુસ્લિમ યુવા સંગઠનની પહેલ:54 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot