Explore

Search

February 4, 2026 3:04 pm

IAS Coaching

સિવિલ ડિફેન્સનું ‘ઓપરેશન શિલ્ડ’ મોકૂફ:વલસાડના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજીત મોકડ્રિલ હાલ પુરતી સ્થગિત

આવતીકાલે તા. ૨૯/૦૫/૨૦૨૫ ને ગુરુવારે ઓપેરેશન શિલ્ડ અંતર્ગત સાજે ૫.૦૦ વાગ્યે યોજાનાર મોકડ્રીલ અને રાત્રે ૮ થી ૮.૩૦ વાગ્યા સુધી થનાર બ્લેક આઉટનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર જાહેર સુરક્ષા માટે વલસાડ જિલ્લામાં આવતીકાલે તા. 29 મે ના રોજ ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5 કલાકે તિથલ સ્વામિનારાયણ મંદિર ખાતે મોકડ્રિલ યોજાવાની હતી. જોકે, હવે આ મોકડ્રિલ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

ઓપરેશન સિંદૂર‘ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. એ પહેલાં જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રિલ યોજી હતી. સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા મોકડ્રિલ મોકૂફ રાખવાનો નિર્ણય કરતા રાજ્ય સરકાર દ્વારા આવતીકાલની મોકડ્રિલ સ્થગિત રાખવામાં આવી છે. વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ મોકૂફ રાખવામાં આવ્યું છે. જોકે, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે વલસાડમાં આયોજીત મોકડ્રિલ પણ હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે..

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “સિવિલ ડિફેન્સનું ‘ઓપરેશન શિલ્ડ’ મોકૂફ:વલસાડના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજીત મોકડ્રિલ હાલ પુરતી સ્થગિત”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot