Explore

Search

February 4, 2026 12:11 pm

IAS Coaching

વલસાડ જિલ્લા પોલીસે એક મહિનામાં નાસતા ફરતા 30 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા

વોન્ટેડ આરોપીઓ ઝડપાતા હત્યા, અપહરણ અને બળાત્કાર સહિતના ગુના ઉકેલાયા

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયની સૂચના તથા સુરત રેંજના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વલસાડ તથા વાપીના નેતૃત્વ હેઠળ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મર્ડર, લુંટ, ધાડ, બળાત્કાર અને અપહરણ જેવા ગંભીર ગુનાના લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા વ્યુહરચના ગોઠવવામાં આવી હતી. એલસીબી, પેરોલ ફર્લો સ્કવોડ, એસઓજી તથા જિલ્લાના પોલીસ સ્ટેશનો દ્વારા અંગત બાતમીદારોનો સંપર્ક કરી ટેકનિકલ ટીમની મદદ લઇ તથા હ્યુમન સોર્સ આધારે આરોપીઓની હયાતીની માહીતિ મેળવી ભારત દેશના અલગ અલગ રાજયમાં કેમ્પ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પહેરવેશ ધારણ કરી ખંતપુર્વક મહેનત કરી 1લી મે થી 31મી મે 2025 સુધી એક માસના ગાળામાં વલસાડ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા વોન્ટેડ કુલ- 30 આરોપીને ઝડપી પાડવામાં જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. આ તમામ ગુનેગારો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી હતી. 28થી લઈ 7 વર્ષ સુધીના વોન્ટેડ ઝબ્બે વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટે જણાવ્યું કે, વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઘણા વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં છેલ્લા 28 વર્ષ, 25 વર્ષ અને 21 વર્ષથી લઈને 07 વર્ષ સુધી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ગુનેગારો ઝડપાતા હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળાત્કાર, છેતરપિંડી અને પ્રોહિબીશનને લગતા વલસાડ જિલ્લા, નવસારી અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના અનેક ગુનાના ભેદ ઉકેલાયા છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વલસાડ જિલ્લા પોલીસે એક મહિનામાં નાસતા ફરતા 30 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot