Explore

Search

February 4, 2026 1:11 pm

IAS Coaching

ભીલાડના ભંગારના ગોડાઉન માલિકે જાહેરનામું ભંગ કરતા ગુનો નોંધાયો

ભીલાડ પોલીસ મથક વિસ્તારમાં ભંગાર ગોડાઉન માલિકો દ્વારા એકમોમાંથી સંવેદનશીલ ચીજવસ્તુ લાવી સંગ્રહ કરતા મોટી દુર્ઘટનાની શક્યતા પ્રબળ થઈ હતી. લોકોની સલામતી માટે જિલ્લા મેજિસ્ટેટ દ્વારા જાહેરનામું બહાર પાડતા તેનો ભીલાડમાં ભંગારના ગોડાઉન માલિક દ્વારા ભંગ કરાતા ભીલાડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

સરીગામ જીઆઇડીસીમાં જંતુનાશક દવા, કેમિકલ એકમો, ફાર્મા,પ્લાસ્ટિક, પેપર મિલ જેવા એકમો આવેલા છે. જે એકમોમાંથી ભંગારના ગોડાઉન માલિકો દ્વારા ઝેરી કેમિકલનાં બેરલ, પ્લાસ્ટિક બેગ, રબર, પૂઠ્ઠા જેવી સંવેદનશીલ ચીજ વસ્તુ લાવી સંગ્રહ કરે છે. વેસ્ટેજને રાત્રિ દરમ્યાન બાળીને હવા પ્રદૂષણ કરવામાં આવે છે. વરસાદી મોસમમાં બેરલ તથા અન્ય ચીજ વસ્તુમાં પાણીનો સંગ્રહ થવાની ડેન્ગ્યુના મચ્છરો પાકવાની લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. સરીગામ જીઆઇડીસીની આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં ભંગારના ગોડાઉન આવેલા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણેક માસમાં 40 જેટલી આગની ઘટના બની છે. જે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તે શક્યતાને લઈ વલસાડ જિલ્લા મેજિસ્ટેટ દ્વારા 28 માર્ચના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. ભીલાડ પોલીસ 8મી જૂનના રોજ પેટ્રોલિંગમાં હતી. મુંબઈથી વાપી જતા માર્ગ પર સર્વે નં.222 માં ભંગારના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉન માલિક ફિરોઝ જાહિદ ખાન (રહે. ધનોલી) જીપીસીબીની પરવાનગી વિના તથા ભંગારની ખરીદ વેચાણ અંગેનું રજિસ્ટર નહીં નિભાવી જાહેરનામુંનો ભંગ કર્યો હોવાનું જણાય આવ્યું હતું. ભીલાડના પીએસઆઈ જે.એસ.રબારી ફરિયાદી બની ભંગારના ગોડાઉન માલિક સામે જાહેરનામુંનો ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

 

 

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “ભીલાડના ભંગારના ગોડાઉન માલિકે જાહેરનામું ભંગ કરતા ગુનો નોંધાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot