Explore

Search

February 4, 2026 1:12 pm

IAS Coaching

વાપીમાં ગુમ થવાનો સિલસિલો યથાવત, યુવતી સહિત ત્રણ ગુમ

વાપીમાં ગુમ થવાનો સિલસિલો યથાવત, યુવતી સહિત ત્રણ ગુમ

છરવાડા, છીરી અને કરવડ ગામમાં ગુમના બનાવો

વાપી છરવાડા, છીરી અને કરવડ વિસ્તારમાં રહેતી એક યુવતી અને બે પરિણીતા ભેદી રીતે ગુમ થતા પોલીસમાં ફરિયાદ કરાઇ છે. આ ત્રણેય કેસમાં ગુમ લોકોને શોધવા ડુંગરા પોલીસે તપાસ હાથ ધરી છે.

વાપી છરવાડા ખાતે ખોડિયારનગરમાં વિશ્વકર્મા બિલ્ડિંગમાં રહેતા 23 વર્ષીય લક્ષ્મીદેવી બાથમ 3 જૂનના રોજ સવારે 8 વાગે ઘરે કોઇને કંઇ પણ કહ્યા વગર જતી રહી હતી. જેની શોધખોળ બાદ પણ કોઇ પત્તો ન લાગતા ડુંગરા પોલીસમાં ફરિયાદ કરાઇ હતી.

છીરી કંચનનગરમાં મા ભવાની એપાર્ટમેન્ટમાં રહેતા રામકિશોર મંડલની 19 વર્ષીય પુત્રી પ્રીતિ મંડલ 23 મેના રોજ ક્લાસીસમાં જવાનું છે કહી સવારે 11 વાગે ઘરેથી નીકળી હતી. જે મોડે સુધી પરત ઘરે ન આવતા શોધખોળ બાદ પોલીસમાં ફરિયાદ કરાઇ હતી. 

કરવડ ખાતે દમણગંગા ગેટ પાસે રાજેશભાઇની ચાલીમાં રહેતા સ્મૃતિરાજન રાઉતની 25 વર્ષીય પત્ની લૈલા 6 જૂનના રોજ સવારે કોઇને કંઇ પણ કહ્યા વગર નીકળી ગયા હતા. જે મોડે સુધી પરત ન ફરતા ભારે શોધખોળ બાદ પણ કોઇ પત્તો ન લાગતા ડુંગરા પોલીસમાં ગુમની ફરિયાદ કરાઇ હતી.

આ ત્રણેય કેસમાં પોલીસે ગુમ યુવતી-મહિલાઓની શોધખોળ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વાપીમાં ગુમ થવાનો સિલસિલો યથાવત, યુવતી સહિત ત્રણ ગુમ”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot