Explore

Search

February 4, 2026 11:24 am

IAS Coaching

વલસાડ એલસીબીની કાર્યવાહી:ઓરવાડ હાઇવે પર ગાદલામાં છુપાવેલો 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વલસાડ એલસીબીની ટીમે પારડીના ઓરવાડ નેશનલ હાઇવે નં. 48 પર ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. ટીમે ગાદલાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.

એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી. આ બાતમીના આધારે હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ઇસર ટેમ્પો નં. GJ-14-Z-4897ને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન ગાદલાની આડમાં છુપાવેલા 208 બોક્સમાંથી 6,672 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂની કિંમત આશરે રૂપિયા 31 લાખ થાય છે.

પોલીસે ટેમ્પોના ડ્રાઇવર રાહુલ અશોકભાઈ પરમારની ધરપકડ કરી છે. તે સુરતમાં રહે છે અને મૂળ અમરેલીનો વતની છે. ટેમ્પાનું પાયલોટિંગ કરનાર અને દારૂ મંગાવનાર બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ટેમ્પો, મોબાઈલ ફોન, 100 ગાદલા અને દારૂ સહિત કુલ રૂપિયા 41.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વલસાડ એલસીબીની કાર્યવાહી:ઓરવાડ હાઇવે પર ગાદલામાં છુપાવેલો 31 લાખનો વિદેશી દારૂ ઝડપાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot