Explore

Search

February 4, 2026 11:23 am

IAS Coaching

મુંબઇથી વલસાડ આવતી પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ:ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ, મુંબઇથી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો

મુંબઇ સેન્ટ્રલથી વલસાડ આવતી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેન નં. 59023ના એન્જિનમાં આજે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના સાંજે 7:56 વાગ્યે બની હતી. સદનસીબે ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ ઘટનાને પગલે મુંબઇથી અમદાવાદ વચ્ચેનો 1થી 3 કલાક માટે ટ્રેન વ્યહર ખોરવાયો છે.

આગની ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગની ટીમને થતાં વલસાડ રેલવે સ્ટેશન ખાતે હેલ્પ લાઈન ડેસ્ક બનાવી યાત્રીઓને જરૂરી માહિતી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન ખાતે પણ હેલ્પ લાઈન ડેસ્ક બનાવવામાં આવ્યું છે.

ટ્રેનના એન્જિનમાં આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યો.

મળતી માહિતી મુજબ, ટ્રેન કેલવે રોડ સ્ટેશન નજીક પહોંચી ત્યારે અચાનક એન્જિનમાં આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યો હતો. તાત્કાલિક સુરક્ષાના ભાગરૂપે ઓવરહેડ ઈલેક્ટ્રિક (OHE) સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “મુંબઇથી વલસાડ આવતી પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ:ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ, મુંબઇથી અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot