Explore

Search

February 4, 2026 11:23 am

IAS Coaching

વલસાડમાં ખરાબ રસ્તાઓ માટે યુથ કોંગ્રેસનું પ્રદર્શન:નગરપાલિકાના ઇજનેરની લેખિત બાંહેધરી બાદ આમરણાંત ઉપવાસનો અંત

વલસાડ શહેરમાં ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓની સ્થિતિ બિસ્માર બની છે. આ સમસ્યાના વિરોધમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આમરણાંત ઉપવાસનું આયોજન કર્યું હતું.

વાહન ચાલકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસે રસ્તાઓના સમારકામ અને તેને મોટરેબલ બનાવવાની માંગ કરી હતી. તેમણે નગરપાલિકાના CO અથવા કલેક્ટર પાસેથી લેખિત બાંહેધરી મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

નગરપાલિકાના ઇજનેરે જણાવ્યું કે, સરકાર દ્વારા વલસાડ નગરપાલિકાને રૂ. 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વર્ષે 90થી 100 ઈંચ વરસાદ પડતા વલસાડમાં 23.76 કિલોમીટર સુધીના રસ્તાઓને નુકસાન થયું છે.

નગરપાલિકા દ્વારા વરસાદ બંધ થયા બાદ રસ્તાઓનું રી-સરફેસિંગ કરવામાં આવશે. હાલ તાત્કાલિક ઉપાય તરીકે GSB, મેટલ અને કોલ્ડ મિક્સથી ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે. વધારાની ગ્રાન્ટ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન, ગાંધીનગર ખાતે દરખાસ્ત મોકલવામાં આવી છે. વગેરે કામગીરી બાબતે જરૂરી માહિતી આપતા આમરણાંત ઉપવાસ ઉપરથી પાલિકાના ઇજનેરની ખાતરી ઉપર પારણા કર્યા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “વલસાડમાં ખરાબ રસ્તાઓ માટે યુથ કોંગ્રેસનું પ્રદર્શન:નગરપાલિકાના ઇજનેરની લેખિત બાંહેધરી બાદ આમરણાંત ઉપવાસનો અંત”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot