Explore

Search

February 4, 2026 11:25 am

IAS Coaching

બ્રિજ પર ટેમ્પો ધડાકાભેર પલટી ગયો:પારડી હાઇવેના બ્રિજ પર પીકઅપ ટેમ્પો માર્યો પલટી

પારડી નેશનલ હાઇવે નંબર 48 પર સોમવારના રોજ સાંજે સુરત તરફથી મુંબઈ તરફ કાપડનો જથ્થો ભરી જતો બંઘ બોડીનો પીક અપ ટેમ્પો નંબર MH-48-CQ-8899ના ચાલકે કોઈ કારણસર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા દમણીઝાંપા હાઇવેના બ્રિજ પર ટેમ્પો ધડાકાભેર પલટી મારી ગયો હતો.

અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હતો, પરંતુ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પારડી ટ્રાફિક વિભાગથી પરેશભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઘટના સ્થળે ક્રેન મંગાવી ક્રેન વડે ટેમ્પોને સાઈડ એ કરવાની મથામણ હાથ ધરી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “બ્રિજ પર ટેમ્પો ધડાકાભેર પલટી ગયો:પારડી હાઇવેના બ્રિજ પર પીકઅપ ટેમ્પો માર્યો પલટી”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot