Explore

Search

February 4, 2026 11:07 am

IAS Coaching

તહેવારોની સુરક્ષા માટે પોલીસનું પગલું:જવેલર્સ અને આંગડિયા પેઢી સંચાલકો સાથે SPની બેઠક, સુરક્ષા માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર

નવરાત્રિ પર્વ અને આગામી દશેરા-દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષકે જવેલર્સ અને આંગડિયા પેઢી સંચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં સુરક્ષાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેંકો અને ATM ખાતે વોચમેન રાખવા તેમજ સિનિયર સિટીઝન માટે હેલ્પલાઇન ડેસ્ક સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

વેપારીઓને નકલી ઓળખ ધારકોથી સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. પોલીસની ઓળખ આપનાર વ્યક્તિઓના ID કાર્ડ ચકાસવા અને શંકાસ્પદ કિસ્સામાં નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

દુકાનદારોને ભીડના સમયે CCTV કેમેરા મોનિટરિંગ પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી છે. આંગડિયા પેઢીઓને કિંમતી વસ્તુઓની હેરફેર વખતે GPRS ટ્રેકરનો ઉપયોગ કરવા અને શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.

જે ATM સેન્ટર્સ પર વોચમેન નથી, ત્યાં તાત્કાલિક વોચમેન નિયુક્ત કરવા સૂચના આપવામાં આવી છે. હાલના વોચમેનોને પણ વધુ સતર્ક રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “તહેવારોની સુરક્ષા માટે પોલીસનું પગલું:જવેલર્સ અને આંગડિયા પેઢી સંચાલકો સાથે SPની બેઠક, સુરક્ષા માટે વિશેષ માર્ગદર્શિકા જાહેર”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot